Sunday, June 24, 2007

કેવી સજા આ આપી

kevi saza aaa aapi...


કેવી સજા આ આપી
કેવી સજા આ આપી મને એણે પ્યારમાં?
બેચેન દિલ સદાય રહયું ઇંતેજારમાં !
પગલાં પુનિત આ કોના પડ્યાં મારં મન મહીં?
આવ્યા હશે જરૂર એ મારાં વિચારમાં !
એનાં વિષે હજું મેં ફકત વાત આદરી,
નયનો નમી ગયાં બહું લજ્જાના ભારમાં !
વાતાવરણમાં એ રીતે પ્રસરી રહી છે મ્હેક
પ્રસર્યા હો એના શ્વાસ ચમનની બહારમાં !
વીતી ગઇ છે એની પ્રતીક્ષામાં રાત તો,
એનું મિલન થવાનું કદાચિત સવારમાં !

કવિ: દિલીપ પરીખ. સંગીત: નવીન શાહ
આલ્બમ: સનમ શોખીન1 (1995)
ગાયક : પ્રકા પાધ્યા, સુરેશ વાઘેલાં

No comments: