Sunday, June 24, 2007

ધબકારાની ધીંગા મસ્તી,

Dhabkarani dhingam...
ધબકારાની ધીંગા મસ્તી,

ધબકારાની ધીંગા મસ્તી,
એનું નામ જ દીલની હસ્તી
દીલ છે તો છે પ્યાર પરસ્તી
દીલ છે દરિયો, દીલ છે કશ્તી...
આવ સનમ....... તું આવ નજરમાં,
મધરાતે ........કે..... આવ ફ્જરમાં..
આવ સનમ... આવ સનમ.....
મારી ક્યાંય નથી જ મઢુલી,
નજરો ઢૂંઢે લૂલી લૂલી
આંખો ભલે રહે છે ખુલી,
છતાં દિશા ખૂદ પડતી ભૂલી
આવ સનમ......
હું છું સપનાનો વણઝારો,
પણ હું ધરતી પર રમનારો,
રસ્તે મળતો રસ્તો મારો.....
નભમાં તારલીયા ઝીલમીલ છે,
આંખોમાં સપના શામીલ છે.
ધડકનનો રણકો ઉર્મીલ છે,
કોઇનું દીલ કોઇની મંઝીલ છે.
આવ સનમ....... તું આવ નજરમાં,
મધરાતે ........કે..... આવ ફ્જરમાં...
કવિ :વેણીભાઇ પુરોહિત,સંગીત :નવીન શાહ, આલ્બમ: સનમ શોખીન (1995)
ગાયકો : રેખા ત્રિવેદી, નેહા મહેતા, પ્રકાપાધ્યા, સુરેશ વાઘેલા

No comments: