Friday, June 1, 2007

મેળ હશે તો મળશું

Mel hase to malsho...


મેળ હશે તો મળશું

મેળ હશે તો મળશું
નહીં તો હર્યાભર્યા મારગ પર
ઉજ્જ્ડ થઇ આથડશું !
લાખ લોકની લીલામાં લઇલીન થઇને
ભીતરથી તો ભારે ને ગમગીન થઇને
હોઠ ઉપરના ઇન્દ્રધનુષથી, આંસુને આંતરશું..... મેળ...
અને.... મળ્યાં તો મળી જાય અહીંયા મેળો
સાગર થઇ છલકાય સુકાયેલ વ્હેળો
મળ્યાં છતાં, નહીં, મળ્યાં વ્યથાઓ
કેમ કરી ..... સાચવશું ..... મેળ.....
કવિ: સુરેશ દલાલ, સંગીત: નવીન શાહ
આલ્બમ: સનમ શોખીન
ગાયકો: રેખા ત્રિવેદી, નેહા મહેતા
પ્રકાપાધ્યા, સુરેશ વાઘેલા.

No comments: